વેપાર@દેશ: 1 લાખને બનાવી દીધા સવા લાખ, 20 રૂપિયાનો સસ્તો શેર હજુ પણ ધૂમ મચાવી શકે

વર્તમાન ભાવે ખરીદવા જોઈએ યસ બેંકના શેર
 
 વેપાર@દેશ: ફર્મે હોનાસા કન્ઝ્યુમર લિમિટેડ શેર ચમકાવશે રોકાણકારોની કિસ્મત, રૂપિયા થઈ જશે ડબલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

યસ બેંકના શેરમાં તોફાની તેજી ચાલુ છે. ગત 5 ટ્રેડિંગ સેશન દરમિયાન આ શેર 20 ટકાથી વધારે ઘટ્યો છે. આજે પણ શરૂઆતના કારોબારમાં યસ બેંકના શેર 7 ટકા સુધી વધ્યા છે. જો કે, યસ બેંકના શેરે ગત 5 વર્ષ દરમિયાન તગડું નુકસાન કરાવ્યું છે, એટલા માટે અચાનક નીચલા સ્તરેથી આવેલી તેજીથી લોકો પણ આશ્ચર્યમાં છે.

દરેક રોકાણકાર જાણવા માંગે છે કે, આખરે શેના કારણે યસ બેંકમાં આ તેજી આવી છે.

1 મહિનામાં આ શેર 18 ટકા વધ્યા છે, જ્યારે 6 મહિનામાં તે 27 ટકા સુધી વધ્યો છે.

માર્કેટ એક્સપર્ટ્સના અનુસાર, યસ બેંકોના શેરોમાં આ તેજી NPA પોર્ટફોલિયોના મોચરે પર આવેલી સારી ખબરના કારણે જોવા મળી રહી છે. યસ બેંકે કહ્યું કે, તેને J C ફ્લાવર્સ એસેટ રિકન્સટ્રક્શનને NPA પોર્ટફોલિયોમાંથી 120 કરોડ પ્રાપ્ત થયા છે. યસ બેંકે એક્સચેન્જને આપેલી જાણકારીમાં કહ્યું કે, "આ મામલો 17 ડિસેમ્બર, 2022 ના રોજ JC ફ્લાવર્સ ARCને NPA પોર્ટફોલિયોના વેચાણ સાથે સંબંધિત છે."

લાઈવ મિંટના રિપોર્ટ અનુસાર, યસ બેંકોના શેરોની આગળની સ્થિતિને લઈને ચોઈસ બ્રોકિંગના કાર્યકારી ડિરેક્ટર સુમીત બગાડીયાએ કહ્યું કે, 'યસ બેંકોના શેર હાલ 18.50 રૂપિયાછી 22 રૂપિયા પ્રતિ શેરની રેન્જમાં છે. જો શેર તેના રેજિસ્ટાન્સને તોડે છે, તો ટૂંકાગાળામાં તે 25 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. એવામાં જેના રોકાણ પોર્ટફોલિયોમાં યસ બેંકોના શેર છે, તેઓ 18 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર સ્ટોપ લોસ બનાવીને રાખી શકે છે.'

જ્યારે, નવા રોકાણકારોને ઘટાડા પર ખરીદીની વ્યૂહરચનાની સલાહ આપતા, સુમીત બગાડિયાએ કહ્યું કે, "જેઓ યસ બેંકના શેરમાં નવેસરથી રોકાણ કરવા માંગે છે તેમને સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી યસ બેંકના શેર ₹18.30 ના સ્તરથી ઉપર ન આવે ત્યાં સુધી ખરીદીની વ્યૂહરચના જાળવી રાખે."

સુચના: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે.  કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.