વેપાર @દેશ: સોના-ચાંદીના ભાવમાં અચાનક તેજી, સોનું 885 રૂપિયા મોંઘું થઈને ₹1.26 લાખ પર પહોંચ્યું
ચાંદી 1,536 રૂપિયા મોંઘી થઈને 1,57,856 રૂપિયા પર પહોંચી ગઈ છે.
Nov 26, 2025, 16:59 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના-ચાંદીના ભાવમાં અચાનક તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 10 ગ્રામ સોનું 885 રૂપિયા મોંઘું થઈને 1,26,004 રૂપિયા પર પહોંચી ગયું છે. ગઈકાલે 10 ગ્રામ સોનું 1,25,119 રૂપિયાનું હતું.
ચાંદી 1,536 રૂપિયા મોંઘી થઈને 1,57,856 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા ચાંદીની કિંમત 1,56,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 17 ઓક્ટોબરે સોનાએ 1,30,874 રૂપિયા અને 14 ઓક્ટોબરે ચાંદીએ 1,78,100 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો.

