વેપાર@દેશ: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો, નવો ભાવ કેટલો ?
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
Aug 7, 2024, 13:21 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના-ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળતો જ હોય છે. ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે ઓગસ્ટે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 276 ઘટીને રૂ. 68,906 થયો છે. ગઈ કાલે તેની કિંમત 69,182 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.
આ તરફ, એક કિલો ચાંદી 13 રૂપિયા ઘટીને 79,145 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. અગાઉ ચાંદીનો ભાવ 79,158 રૂપિયા પ્રતિ કિલો હતો. આ વર્ષે 29મી મેના રોજ ચાંદી પ્રતિ શેર રૂ. 94,280 ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી.