વેપાર@દેશ: ભારતીય બજારમાં ચીની કંપનીઓનું વર્ચસ્વ ઘટ્યું,જાણો શું છે કારણ

  • ભારતના લોકો હવે અન્ય કંપનીઓ તરફ વળ્યા
 
વેપાર@દેશ: ભારતીય બજારમાં ચીની કંપનીઓનું વર્ચસ્વ ઘટ્યું,જાણો શું છે કારણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચાઈનીઝ સ્માર્ટફોન, ટેલિવિઝન ભારત સહિત સમગ્ર વિશ્વમાં પોતાનું વર્ચસ્વ ગુમાવી રહ્યા છે. ભારતમાં પણ ચાઇનીઝ ચીજ-વસ્તુઓ અને ટેકનોલોજીમાં પણ ગ્રાહકો ખરીદવાનું બંધ કરી રહ્યા છે.લોકો હવે અન્ય કંપનીઓ તરફ વળ્યા છે.એક સમય હતો જ્યારે ભારતમાં ચીની કંપનીઓનું વર્ચસ્વ હતું. સ્માર્ટફોન હોય, સ્માર્ટ ટીવી હોય કે નાની ઘડિયાળ, તમામ સેગમેન્ટમાં ચીની કંપનીઓ ટોચ પર હતી. પરંતુ હવે સરકારે મેડ ઈન ઈન્ડિયા અને લોકલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપ્યા બાદ ચિત્ર બદલાઈ રહ્યું છે. દરેક સેગમેન્ટમાં ચીની કંપનીઓનો માર્કેટ શેર ઘટી રહ્યો છે. અન્ય કંપનીઓ સ્માર્ટફોન, ટીવી, સ્માર્ટવોચ વગેરેમાં આગળ વધી રહી છે અને ચીનનો હિસ્સો ઘટી રહ્યો છે.

ETના અહેવાલ મુજબ, સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં ચાઈનીઝ કંપનીઓનો બજારહિસ્સો ઘટી રહ્યો છે અને LG અને Samsung જેવી બ્રાન્ડ્સ ટોચ પર આવી રહી છે. જેના કારણે ચીનના ટેલિવિઝન માર્કેટને મોટો ઝટકો લાગ્યો છે. બીજી તરફ ભારતમાં પણ ચીન અને તેના ઉત્પાદનોની વિશ્વસનીયતા ઘટી છે.

ભારતમાં ચાઈનીઝ બ્રાન્ડના મોબાઈલ ફોન અને ટીવીનું વેચાણ ઘટી રહ્યું છે. માર્કેટ રિસર્ચ કાઉન્ટરપોઈન્ટ ટેક્નોલોજીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ચીનની અગ્રણી ટેલિવિઝન બ્રાન્ડ્સ OnePlus અને Real Me ટૂંક સમયમાં ભારતીય બજાર છોડી શકે છે અથવા તેમના બજારનું કદ ઘટાડી શકે છે. હાલમાં વનપ્લસ અને રિયલ મીએ આ મામલે ખુલીને કશું કહ્યું નથી.

ઈકોનોમિક ટાઈમ્સ પર પ્રકાશિત કાઉન્ટરપોઈન્ટ ટેક્નોલોજીના અહેવાલ અનુસાર, એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં ચાઈનીઝ બ્રાન્ડ્સના ટીવી શિપમેન્ટમાં 33.6%નો ઘટાડો થયો છે. ગયા વર્ષે આ આંકડો 35.7% સુધી હતો. તે જ સમયે, જુલાઈ અને ઓગસ્ટમાં પણ ચાઈનીઝ બ્રાન્ડ્સના વેચાણમાં 30 થી 33%નો ઘટાડો થયો છે.

કાઉન્ટરપોઈન્ટના વરિષ્ઠ વિશ્લેષક અંશિકા જૈનના જણાવ્યા અનુસાર, લોકો હવે સેમસંગ, એલજી અને સોનીના મિડ-સેગમેન્ટ અને પ્રીમિયમ મોડલને પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત Sansui અને Acer જેવી બ્રાન્ડ્સમાં પણ ગ્રાહકોનો રસ વધી રહ્યો છે.

સ્માર્ટફોન માર્કેટની વાત કરીએ તો અહીં ચીની કંપનીઓની હાલત ખરાબ છે. છેલ્લા 4 ક્વાર્ટરથી, Xiaomi, Vivo, Oppo, OnePlus વગેરે જેવી ચીની કંપનીઓ તેમનો હિસ્સો ગુમાવી રહી છે. પહેલા એન્ટ્રી લેવલ સ્માર્ટફોનમાં Xiaomi નો દબદબો હતો (7 થી 8 હજારની વચ્ચે) પરંતુ હવે કંપની રેસમાં ઘણી પાછળ રહી ગઈ છે. સ્માર્ટ ટીવીની સરખામણીમાં ચીનની કંપનીઓ હજુ પણ સ્માર્ટફોન સેગમેન્ટમાં સારો દેખાવ કરી રહી હોવા છતાં માંગ સતત ઘટી રહી છે અને નિકાસ પણ ઘટી રહી છે.

ગ્રાહકોને ચાઈનીઝ ટેલિવિઝન કેમ પસંદ નથી?

ચાઈનીઝ કંપનીઓના શિપમેન્ટમાં ઘટાડાનું કારણ સેમસંગ, એલજી અને સોનીના મિડ-સેગમેન્ટ અને પ્રીમિયમ મોડલ્સ માટે વપરાશકર્તાઓની વધતી જતી પસંદગી છે. સેમસંગ અને એલજીએ પણ ભારતમાં તેમના એન્ટ્રી મોડલની કિંમતોમાં ઘટાડો કર્યો છે, જેના કારણે લોકો તેને પસંદ કરી રહ્યા છે. Sansui અને Acer જેવી અન્ય બ્રાન્ડ્સ પણ ટીવી સેગમેન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે અને લોકોની જરૂરિયાતો અનુસાર ટીવીને અપગ્રેડ કરી રહી છે.