વેપાર@દિલ્હી: આજે ચાંદી ₹4,500 વધીને ₹1,92,781 પ્રતિ કિલો પર પહોંચી, સોનાના ભાવમાં કેટલો વધારો થયો ? જાણો આજનો લેટેસ ભાવ

સોનાની કિંમત ₹1,973 વધીને ₹1,30,569 પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે.
 
વેપાર@ગુજરાત: સોનાનો ભાવ રૂ. 1.32 લાખ અને ચાંદીનો ભાવ રૂ. 1.72 લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સોના- ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળતોજ હોય છે. આ અઠવાડિયામાં સોનું-ચાંદીના ભાવ આસમાને પહોચી રહ્યા છે. આજે ચાંદીની કિંમત સતત ત્રીજા દિવસે તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર આજે ચાંદીના ભાવ ₹4,500 વધીને ₹1,92,781 પ્રતિ કિલો પર પહોંચી ગયા છે.

આ પહેલા ગુરુવારે તે ₹1,88,281/kg અને બુધવારે ₹1,86,350/kgની ઓલ ટાઈમ હાઈ હતી. એટલે કે, ત્રણ દિવસમાં તે ₹13,888 મોંઘી થઈ છે.સોનાની કિંમત ₹1,973 વધીને ₹1,30,569 પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. 17 ઓક્ટોબરે તેની કિંમત ₹1,30,874 ના તેના અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે હતી.