વેપાર@દેશ: ફર્મે હોનાસા કન્ઝ્યુમર લિમિટેડ શેર ચમકાવશે રોકાણકારોની કિસ્મત, રૂપિયા થઈ જશે ડબલ

520 રૂપિયાનો મોટો ટાર્ગેટ પ્રાઈસ
 
 વેપાર@દેશ: ફર્મે હોનાસા કન્ઝ્યુમર લિમિટેડ શેર ચમકાવશે રોકાણકારોની કિસ્મત, રૂપિયા થઈ જશે ડબલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

તમે શેરબજારમાં સારું રિટર્ન મેળવવા માટે કોઈ શેર પર દાવ લગાવવાનું વિચારી રહ્યા હોવ, તો વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝની સલાહ પર રોકાણ કરી શકો છો. આ બ્રોકરેજ ફર્મે હોનાસા કન્ઝ્યુમર લિમિટેડના શેરો પર ખરીદીની સલાહ આપી છે. જેફરીઝનું કહેવું છે કે, આ શેર રોકાણકારોના રૂપિયા ડબલ કરી શકે છે.

જો કે, મામાઅર્થની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યૂમરના શેરોએ લિસ્ટિંગ પર રોકાણકારોને નિરાશ કર્યા છએ.

આ શેરોની લિસ્ટિંગ 324 રૂપિયાના ભાવ પર થઈ હતી. પરંતુ, ત્યારબાદ શેરોમાં સતત વેચવાલી જોવા મળી અને તે 256 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા. પરંતુ, વિદેશી બ્રોકરેજ હાઉસની કમેન્ટ્રીથી શેરે ફરીથી ઉડાન ભરી છે. ગુરુવારે શેરો 7 ટકાની તેજીની સાથે 323 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા હતા.

હોનાસા કન્ઝ્યૂમર પર કેમ બુલિશ છે જેફરીઝ?- બ્રોકરેજ ફર્મ જેફરીઝને આશા છે કે, નાણાકીય વર્ષ 23-26માં સારા માર્જિનની સાથે હોનાસા કન્ઝ્યૂમર વાર્ષિક 27 ટકાના દરથી વધશે. કંપનીની એડવાન્સ ઈન્ટરનેટ-ફર્સ્ટ ફ્રેન્ચાઈઝ તરીકે એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ ઉપરાંત હોનાસા, તેના રેવન્યૂનો એક તૃતિયાંશ હિસ્સો ઓફલાઈન બિઝનેસથી હાંસિલ કરે છે.

જેફરીઝે હોનાસા કન્ઝ્યૂમર લિમિટેડના શેર પર ખરીદીની સલાહ આપતા 520 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યો છે. શુક્રવારે જ્યારે હોનાસા કન્ઝ્યૂમરના શેર 256 રૂપિયાના નીચલા સ્તર પર પહોંચી ગયા, તે સમયે જેફરીઝે આ શેરમાં નીચલા સ્તરથી તેજી આવી અને હોનાસા કન્ઝ્યૂમરના શેર 7 ટકા વધીને 323 રૂપિયાના સ્તર પર પહોંચીને બંધ જેફ્રીઝે કહ્યું કે હોનાસાના મુખ્ય ઉત્પાદનો વાળની ​​સંભાળ, ત્વચા સંભાળ, કોસ્મેટિક સામાન અને અન્ય વસ્તુઓ છે, જેની માંગ બજારમાં ઝડપથી વધી રહી છે.

જાણકારી અનુસાર, હોનાસા કન્ઝ્યૂમર લિમિટેડનો આઈપીઓ 31 ઓક્ટોબરથી ખુલ્યો હતો. આમાં પ્રતિ શેર 308-323 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ રાખવામાં આવ્યો હતો. જો કે, માત્ર 4 ટકાના વધારાની સાથએ લિસ્ટિંગ થઈ અને ત્યારબાદ શેરોમાં વેચવાલી જોવા મળી.

સુચના: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.