વેપારઃ 1લી જાન્યુઆરીએ જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


સરકારી કંપનીઓએ આશરે એક મહિનાથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રાખી છે. આજે વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2021ના રોજ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, હાલ દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ચાલી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતની સીધી અસર આમ-આદમી પર પડી રહી છે. કેન્દ્ર સરકારે દિવાળીના એક દિવસ પહેલા એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદમાં અમુક રાજ્યોએ પણ વેટ (VAT)માં ઘટાડાની જાહેરાત કરી હતી. જેના પગલે લોકોને થોડી રાહત થઈ છે. આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 95.41 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત (Diesel price today) 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ચાલી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન, વેટ અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઉમેર્યાં બાદ તે અંદાજે બેગણી થઈ જાય છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren) 29મી ડિસેમ્બરના રોજ મોટરસાઇકલ અને સ્કૂટર ચાલકો માટે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 25 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવો ભાવ 26મી જાન્યુઆરી, 2022ના રોજથી અમલી બનશે. ઝારખંડની રાજધાની રાંચીમાં હાલ પેટ્રોલની કિંમત 98.52 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત 91.56 રૂપિયા પ્રતિ લીટર છે.