વેપાર@દેશ: મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવે ભારતીય બજાર મોટો ઘટાડો નોંધાયો, સેન્સેક્સન 74,900 પર ટ્રેડ
નિફ્ટીમાં પણ 540 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે, તે 23,250થી નીચે આવી ગયો છે
Mar 19, 2026, 10:50 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવે ભારતીય બજારની મોટો ઘટાડો નોંધાયો છે.શેરબજારમાં આજે એટલે કે 19 માર્ચના રોજ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ આશરે 1800 પોઈન્ટ ઘટીને 74,900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 540 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે, તે 23,250થી નીચે આવી ગયો છે. આજે બેન્કિંગ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી છે.
બજારમાં આ હાહાકાર પાછળનું સૌથી મોટું કારણ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલ યુદ્ધ છે. આ યુદ્ધ શાંત થવાને બદલે વધુ વધ્યું છે.

