વેપાર@દેશ: સેન્સેક્સ 1470 પોઈન્ટ ઘટીને 74,564 પર બંધ, નિફ્ટી 488 પોઈન્ટ તુટ્યો
મેટલ, ઓટો અને બેંકિંગ શેરોમાં આજે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો.
Mar 13, 2026, 16:41 IST
સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે, 12 માર્ચે શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 1470 પોઈન્ટ ઘટીને 74,564 પર બંધ થયો. નિફ્ટી પણ 488 પોઈન્ટ ઘટીને 23,151 પર બંધ થયો. મેટલ, ઓટો અને બેંકિંગ શેરોમાં આજે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો.
ગઈકાલના તીવ્ર ઘટાડા પછી, શુક્રવાર, 13 માર્ચના રોજ શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. ઈરાનમાં યુદ્ધની ધમકી અને ક્રૂડ ઓઈલના આસમાને પહોંચતા ભાવે રોકાણકારોની ઊંઘ ઉડાડી દીધી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો, જેના કારણે વેચવાલી જોવા મળી

