વેપાર@દેશ: સોનું 21 દિવસમાં ₹10,774 સસ્તું થયું, ચાંદી 30 હજાર તૂટી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના અને ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળતો જ હોય છે. સોનાનો ભાવ 21 દિવસમાં ₹10,774 ઘટીને આજે ₹1,20,100 પ્રતિ 10 ગ્રામ થયો છે. 17 ઓક્ટોબરે તે ₹1,30,874ના ઓલટાઇમ હાઇ હતું.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 7 નવેમ્બરે સોનાનો ભાવ ₹570 ઘટ્યો હતો. આ પહેલા, ગુરુવારે, તેનો ભાવ ₹1,20,670 પ્રતિ 10 ગ્રામ હતો.
ચાંદીના ભાવ ₹33નો નજીવો વધારો થતા કિંમત ₹1,48,010 પ્રતિ કિલો થઈ છે. 14 ઓક્ટોબરે તે ₹1,78,100ના ઓલટાઇમ હાઇ પર પહોંચ્યું હતું. આનો અર્થ એ થયો કે છેલ્લા 24 દિવસમાં તેની કિંમત ₹29,825 ઘટી છે.
IBJA સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિનનો સમાવેશ થતો નથી. તેથી, કિંમત દરેક શહેરોમાં અલગ અલગ હોય છે. આ દરોનો ઉપયોગ RBI દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડના દર નક્કી કરવા માટે કરવામાં આવે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના દર નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે.

