વેપાર@દિલ્હીઃ ચાંદીની કિંમત 2,299 રૂપિયા વધીને 2.44 લાખ થયો, સોનાના ભાવમાં ઘટાડો

10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 610 રૂપિયા ઘટીને 1.61 લાખ રૂપિયા થયો છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સોનાની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 610 રૂપિયા ઘટીને 1.61 લાખ રૂપિયા થયો છે. જ્યારે એક કિલો ચાંદીની કિંમત 2,299 રૂપિયા વધીને 2.44 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે.

આ વર્ષે સોનું ₹28 હજાર મોંઘું થયું છે

આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધીમાં 29 હજાર રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયા પર હતું, જે હવે 1.61 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે.

જ્યારે, ચાંદી 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.44 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન, 29 જાન્યુઆરીએ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદીએ 3.86 લાખ રૂપિયાનો ઓલટાઇમ હાઈ પણ બનાવ્યો હતો.