વેપાર@દિલ્હી: ચાંદીની કિંમત 5,208 રૂપિયા વધીને 2.83 લાખ રૂપિયા પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી

10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 298 રૂપિયા ઘટીને 1,41,717 રૂપિયા પર ખુલ્યો હતો.
 
વેપાર@દિલ્હી: ચાંદીની કિંમત 5,208 રૂપિયા વધીને 2.83 લાખ રૂપિયા પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સોના–ચાંદીના ભાવમાં અમૂક વખત વધારો અને કોઈક વાર ઘટાડો જોવા મળતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયો છે. આજે ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન  અનુસાર ચાંદીની કિંમત 5,208 રૂપિયા વધીને 2.83 લાખ રૂપિયા પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. આ પહેલા 14 જાન્યુઆરીએ ચાંદીની કિંમત 2.77 લાખ રૂપિયા હતી.

ચાર દિવસમાં ચાંદી 40 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે. જ્યારે સોનાના ભાવમાં ત્રણ દિવસની તેજી બાદ આજે ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 298 રૂપિયા ઘટીને 1,41,717 રૂપિયા પર ખુલ્યો હતો. 14 જાન્યુઆરીએ તેણે 1,42,015 રૂપિયા પર ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો.