વેપાર@દેશ: સોનાનો ભાવ ₹1,003 ઘટીને ₹1,22,881 પ્રતિ 10 ગ્રામ થયો, જાણો વધુ વિગતે

ચાંદીનો ભાવ ₹2,280 ઘટીને ₹1,55,840 પ્રતિ કિલોગ્રામ થયો.
 
વેપાર@દેશ: સોનાનો ભાવ ₹1,003 ઘટીને ₹1,22,881 પ્રતિ 10 ગ્રામ થયો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન અનુસાર, સોનાનો ભાવ ₹1,003 ઘટીને ₹1,22,881 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અગાઉ ભાવ ₹1,23,884 પ્રતિ 10 ગ્રામ હતો. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,24,740 છે.

ચાંદીનો ભાવ ₹2,280 ઘટીને ₹1,55,840 પ્રતિ કિલોગ્રામ થયો. અગાઉ એની કિંમત ₹1,58,120 પ્રતિ કિલોગ્રામ હતી. 17 ઓક્ટોબરે સોનાનો ભાવ ₹1,30,874ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો અને 14 ઓક્ટોબરે ચાંદી ₹1,78,100ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી.