વેપાર@દેશ: ડુંગળીના ભાવ ઉત્તરથી લઈને દક્ષિણ ભારતમાં હોબાળો મચાવ્યો, જાણો વિગતે
ડુંગળી 70 કે તેથી વધુની કિંમત બોલાય રહી છે.
Oct 31, 2023, 10:21 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડુંગળીના ભાવે ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારતમાં હોબાળો મચાવ્યો છે. ભારત સરકારના કન્ઝ્યુમર અફેર્સ વિભાગની વેબસાઈટ અનુસાર, ઉત્તર ભારતના મહત્વના રાજ્ય દિલ્હી અને દક્ષિણ ભારતના પુડુચેરીમાં ડુંગળીના ભાવ રૂ. 70ને વટાવી ગયા છે. દેશમાં 6 રાજ્યો એવા છે જ્યાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. ઓછા ઉત્પાદન અને સમયસર પુરવઠો ન મળવાને કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
જો કે, સરકારે ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે બફર સ્ટોક છોડવાનું કહ્યું છે પણ તેમ છત્તા કેટલાય રાજ્યમાં ડુંગળી ક્યાક 70 કે તેથી વધુની કિંમત બોલાય રહી છે. જો કે આ ભાવ સામાન્ય લોકો સુધી જતા 80ને વટાવી દે છે. એટલે કે પ્રતિ કિલો ડુંગળીના ભાવ 80 રુપિયા થઈ ગયો છે.
દેશના આ 8 રાજ્યોમાં ડુંગળીના ભાવ સૌથી વધુ છે
- દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળીની કિંમત વધીને 78 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. દેશના કોઈપણ રાજ્યમાં ડુંગળીના સૌથી વધુ સરેરાશ ભાવ અહીં છે.
- ગુજરાતની વાત કરીએ તો અહીં પણ લાલ સારી ડુંગળીની લોકો સુધી પહોચતા કિંમત 75 થી 80 રુપિયે કિલો છે.