વેપાર@મુંબઈ: સેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુની તેજી અને નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો

બેન્કિંગ, ઓટો અને મેટલ શેરોમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે FMCG શેરોમાં ઘટાડો છે.
 
વેપાર@મુંબઈ: સેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુની તેજી અને નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવા વર્ષની શરૂઆતમાં શેરબજારમાં ધમધમતો વધારો જોવા મળ્યો છે. શેરબજારમાં આજે એટલે કે 2 જાન્યુઆરીએ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુની તેજી સાથે 85,350ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 100 પોઈન્ટની તેજી છે. તે 26,250ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં તેજી અને 6માં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ, ઓટો અને મેટલ શેરોમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે FMCG શેરોમાં ઘટાડો છે.