વેપાર@મુંબઈઃ સેન્સેક્સ 600 પોઈન્ટ વધીને 82,850 પર ટ્રેડિંગ, નિફ્ટી 200 પોઈન્ટ વધ્યો, જાણો વધુ વિગતે

આજના કારોબારમાં મેટલ-આઈટી શેરોમાં ખરીદી જોવા મળી રહી છે.
 
વેપાર@મુંબઈઃ સેન્સેક્સ 600 પોઈન્ટ વધીને 82,850 પર ટ્રેડિંગ:નિફ્ટી 200 પોઈન્ટ વધ્યો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે.સેન્સેક્સમાં આજે તેજી છે.  સેન્સેન્સમાં 600 પોઈન્ટ  વધીને 82,850 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 200 પોઈન્ટની તેજી છે. તે 25,600ના સ્તરે પહોંચી ગયો છે. આજના કારોબારમાં મેટલ-આઈટી શેરોમાં ખરીદી જોવા મળી રહી છે.

એશિયન માર્કેટમાં તેજી સાથે કારોબાર

જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 1.44% વધીને 58,145 પર કારોબાર કરી રહ્યો છે.

દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.19% વધીને 6,100 પર પહોંચી ગયો છે.

હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.81% વધીને 26,805 પર ટ્રેડ કરી રહ્યો છે.

ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 1.19% વધીને 4,166 પર છે.