વેપાર@રાજકોટ: નવી મગફળીની આવક થતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થયો
સિંગતેલના ભાવો સતત ઘટી રહ્યા છે
Oct 13, 2023, 10:55 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બજારમાં તેજી અને મંદી આવતી હોય છે. અમુક વાર ભાવ આસમાને પહોચી જાય છે. તો કેટલીક વાર સાવ નીચા આવી જાય છે. સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે. પ્રતિ ડબ્બે સિંગતેલના 20 રૂપિયા ભાવ ઘટ્યા થયો છે. હાલમાં નવી મગફળીની આવક થતાં સિંગતેલના ભાવો સતત ઘટી રહ્યા છે. તો બુધવારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 930 હતો. તેમાં 20 રૂપિયા ઘટાડા થયો હોવાથી તે અત્યારે 2 હજાર 910 રૂપિયા થયા છે.
છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 340 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજી તરફ, કપાસિયા તેલના ભાવ સ્થિર છે. મગફળીની આવક થતાં જે રીતે સિંગતેલના ભાવ ઘટી રહ્યા છે તે જોતા તહેવારોમાં લોકોને સસ્તું સિંગતેલ મળે તેવી શક્યતાઓ છે.