વેપાર@દેશ: સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો

સોનું 605 રૂપિયા વધીને 78,015 રૂપિયા પહોંચ્યું, ચાંદીનું 95,800 રૂપિયા પ્રતિ કિલોનાં ભાવે વેચાણ

 
ચકચાર@અમદાવાદઃ દાગીના બનાવવા 13 લાખનું ગોલ્ડ આપ્યું, કારીગર સોનું લઇ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સોના અને ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળતો હોય છે. સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર, ગયા શનિવારે એટલે કે 19 ઓક્ટોબરે સોનું રૂ. 77,410 પર હતું, જે હવે પ્રતિ 10 ગ્રામ રૂ. 78,015 પર પહોંચી ગયું છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં 605 રૂપિયાનો વધારો થયો છે.

જ્યારે ચાંદીની વાત કરીએ તો ગયા શનિવારે 92,283 રૂપિયા હતી, જે હવે 95,800 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આ અઠવાડિયે તેની કિંમત 3,717 રૂપિયા વધી છે. આ સપ્તાહની શરૂઆતમાં 23 ઓક્ટોબરે સોનું રૂ. 78,703 અને ચાંદી રૂ. 99,151ની ઓલ-ટાઇમ હાઇ હતી.