વેપાર@દેશ: ભારતીય શેરબજારમાં આજે સેન્સેકસ 759 પોઈન્ટના સુધારા સાથે બંધ થયો

  • BSEના સેન્સેક્સમાં 1.05%નો વધારો
 
 વેપાર@દેશ: ફર્મે હોનાસા કન્ઝ્યુમર લિમિટેડ શેર ચમકાવશે રોકાણકારોની કિસ્મત, રૂપિયા થઈ જશે ડબલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારતીય શેરબજારમાં આજે એટલે કે સોમવારે અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ સેશન ઘણું સારું રહ્યું હતું. આઇટી બેન્કિંગ અને ઊર્જા શેરોમાં મજબૂત ખરીદીને કારણે મોટો ઉછાળો. આજે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શ્યા બાદ નવા રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા.

બજાર બંધ થવા પર BSE સેન્સેક્સ 759 પોઈન્ટના ઉછાળા સાથે 73,327 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 202 પોઈન્ટના ઉછાળા સાથે 22,097 પર બંધ રહ્યો હતો. છેલ્લા બે દિવસમાં સેન્સેક્સમાં 1600 પોઈન્ટ અને નિફ્ટીમાં 450 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. આઈટી અને બેંકોના શેરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. વિપ્રોના શેરમાં આજે 6%થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીના શેરમાં આ વધારો ત્રિમાસિક પરિણામો બાદ આવ્યો હતો. તે જ સમયે, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેકના શેર પણ ઉછળ્યા હતા.

બજારમાં જોરદાર ખરીદીને કારણે BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી રૂ. 375 લાખ કરોડની વિક્રમી ઊંચી સપાટીને વટાવીને રૂ. 376.14 લાખ કરોડના સ્તરે પહોંચી ગઈ છે, જે અગાઉના સત્રમાં રૂ. 373.44 લાખ કરોડ હતી. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.70 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.