દુર્ઘટના@છત્તીસગઢ: મુંગેલીમાં સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના, 1નું મોત, 6 કામદારો ઘાયલ

કર્મચારીઓના હંગામા અને દબાણ બાદ જ રેસ્ક્યૂ ટીમને અંદર જવા દેવામાં આવી.
 
દુર્ઘટના@છત્તીસગઢ: મુંગેલીમાં સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના, 1નું મોત, 6 કામદારો ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર ભયાનક દુર્ઘટના સામે આવી છે.  છત્તીસગઢના મુંગેલી જિલ્લાના કુસુમ પાવર પ્લાન્ટમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ.

રેમ્બોર્ડ ગામમાં કુસુમ એસમેલ્ટર્સ સ્ટીલ પ્લાન્ટમાં ચીમની તૂટી પડતાં 6 કામદારો ઘાયલ થયા. તેમાંથી એકનું મોત થયું. હાલમાં 4 મજૂરો નીચે દટાયેલા છે.

મામલો સરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પ્લાન્ટ પ્રશાસને પહેલા લોકોને અંદર જતા રોક્યા, પરંતુ કર્મચારીઓના હંગામા અને દબાણ બાદ જ રેસ્ક્યૂ ટીમને અંદર જવા દેવામાં આવી. હાલ રેસ્ક્યૂ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.