દુર્ઘટના@દેશ: યુપીમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, 4 મુસાફરોના મોત, 20થી વધુ ઘાયલ

 4 મુસાફરોના મોત  
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. હાલમાં હૃદય કંપાવી ઉઠે એવી અકસ્માતની ઘટના સામે આવી છે.  યુપીના ગોંડામાં એક ટ્રેન અકસ્માત થયો હતો. ડિબ્રુગઢ એક્સપ્રેસ અહીં પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જેમાંથી 3 પલટી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. 20-25 મુસાફરો ઘાયલ થયા છે.

દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટ્રેન ચંડીગઢથી આવી રહી હતી.

ડિબ્રુગઢ એક્સપ્રેસ (15904) ચંડીગઢથી ડિબ્રુગઢ સુધી ચાલે છે. ગુરુવારે આ ટ્રેન ચંદીગઢથી 11.39 કલાકે રવાના થઈ હતી. ગુરુવારે બપોરે જ્યારે ટ્રેન ગોંડા અને બસ્તી વચ્ચે ઝિલાહી સ્ટેશન પહોંચી ત્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી ટ્રેનની બોગી પલટી ગઈ.

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે કહ્યું- ગોંડાથી 20 કિમી દૂર બપોરે લગભગ 2.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. માનકાપુર સ્ટેશન અહીંથી 5 કિમી દૂર છે. 3 ડબ્બા પલટી ગયા છે.