દુર્ઘટના@દેશ: BSF જવાનોની ગાડી ખીણમાં ખાબકતા 3 સૈનિકોના મોત, 13 ઘાયલ
મણિપુરમાં પરિસ્થિતિ વધુ વણસી ગયા બાદ તેમને રાજ્યમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.
Updated: Mar 12, 2025, 14:39 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અકસ્માતની અવાર-નવાર સામે આવતી હોય છે. મણિપુરના સેનાપતિ જિલ્લામાં BSF જવાનોને લઈ જતી ગાડી ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં 3 સૈનિકોના મોત થયા હતા.13 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ અકસ્માત સાંજે ઇમ્ફાલ-દિમાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાંગોબુંગ ગામ નજીક થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈનિકોને લઈ જતી ગાડી ઓવરલોડેડ હતી.
બધા સૈનિકો એક જ બટાલિયનના છે અને નાગાલેન્ડના ઝાડીમામાં તૈનાત છે. મણિપુરમાં પરિસ્થિતિ વધુ વણસી ગયા બાદ તેમને રાજ્યમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાનો તેમની QRT ફરજ પૂર્ણ કર્યા પછી કાંગપોકપીથી IIIT, માયાંગખાંગ ખાતેના તેમના બેઝ કેમ્પ પરત ફરી રહ્યા હતા.

