દુર્ઘટના@દેશ: મુસાફરો ભરેલ એક જીપ 500 મીટર ઊંડી ખાઈમાં પડી જતા 8 લોકોના મોત
ઘાયલો અને મૃતકોની ઓળખ કરવામાં આવી
Nov 17, 2023, 13:37 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નૈનીતાલમાં અકસ્માત, જીપ 500 મીટર ઊંડી ખાઈમાં પડતા 8 લોકોના મોત
ઉત્તરાખંડના નૈનીતાલ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરો ભરેલ એક જીપ 500 મીટર ઊંડી ખાઈમાં પડી જતા 8 લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. જીપ ખાઈમાં પડી ગયા બાદ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં ઘાયલો અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.