દુર્ઘટના@દેશ: દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ થતા 85 લોકોનાં મોત નીપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એક ભયાનક પ્લેન દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત નીપજ્યા છે. બેંગકોકથી આવી રહેલી જેજુ એરની ફ્લાઈટ દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થઈ ગઈ હતી. કોરિયા ટાઈમ્સ અનુસાર અકસ્માતમાં 181 લોકોમાંથી 85 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. 2 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે, આ સિવાય 94 અન્ય મુસાફરોના મોતની આશંકા છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, એરપોર્ટ પર ઊતરતી વખતે પ્લેનના લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી. જેના કારણે પ્લેનને લેન્ડિંગ ગિયર વગર લેન્ડ કરવું પડ્યું હતું.
લેન્ડિંગ બાદ પ્લેન રનવે પર લપસી ગયું અને એરપોર્ટની દીવાલ સાથે અથડાયું અને ક્રેશ થયું. એજન્સી અનુસાર પ્લેનમાં 6 ક્રૂ મેમ્બર અને 175 પેસેન્જર સવાર હતા. સાઉથ-વેસ્ટ કોસ્ટલ એરપોર્ટ પર ભારતીય સમય મુજબ સવારે 5:37 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું, જે દક્ષિણ કોરિયાના સાઉથ જેઓલામાં છે. અહેવાલો અનુસાર, એરપોર્ટ પર તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.