દુર્ઘટના@દેશ: પન્નામાં જેકે સિમેન્ટ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ, 5નાં મોત, 30 ઘાયલ

હજુ સુધી મૃતકો અને ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી.
 
 દુર્ઘટના@દેશ: પન્નામાં જેકે સિમેન્ટ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ, 5નાં મોત, 30 ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મધ્ય પ્રદેશનાપન્નામાં જેકે સિમેન્ટ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ.પ્લાન્ટના નિર્માણાધીન ભાગમાં છતની સ્લેબ નાખવામાં આવી રહી હતી.  ત્યાં સેંકડો મજૂરો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સ્કેફોલ્ડિંગ પડી ગયો, જેની ઝપેટમા ઘણા મજૂરો આવી ગયા. પહેલા 2 મજૂરોના મોત અને પછી  3નાં મોત નીપજ્યા હતા. લગભગ 30 કામદારો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

ASP આરતી સિંહે કહ્યું કે, રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘણા ઘાયલ મજૂરોને નજીકની કટની જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. તે જ સમયે કાટમાળ નીચે દટાયેલા ઘણા મજૂરોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અકસ્માતના 3 કલાક બાદ પણ વહીવટીતંત્ર અને મેનેજમેન્ટ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી રહી નથી. પ્લાન્ટનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે. પ્લાન્ટની અંદર માત્ર વહીવટ અને કર્મચારીઓ તેમજ એસડીઆરએફની ટીમ છે. હજુ સુધી મૃતકો અને ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી. એમ્બ્યુલન્સ ઉભી છે, પરંતુ પ્લાન્ટમાંથી એક પણ એમ્બ્યુલન્સ બહાર આવી નથી.