દુર્ઘટના@બિહાર: 3 વાહનો વચ્ચે અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા, જાણો વધુ વિગતે
પોલીસે મૃતદેહોને વાહનમાંથી બહાર કાઢ્યા
Feb 26, 2024, 09:55 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં દુર્ઘટના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ભયાનક દુર્ઘટનાના બનાવો સામે આવતા હૂય છે. બિહારમાં 3 વાહન વચ્ચે ગંભીર અકસ્માત થતા 9 લોકોના કરુણ મોત થયા છે. માહિતી મુજબ બિહારના કૈમૂર જિલ્લાના મોહનિયા થાના ક્ષેત્રના દેવકલી ગામની પાસે કાર – બાઇક અને ટ્રક વચ્ચે ભયંકર એક્સિડેન્ટ થયો છે. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા છે, જેમાં બે મહિલા છે. પોલીસે મૃતદેહોને વાહનમાંથી બહાર કાઢ્યા હતા.
એવું માનવામાં આવે છે કે, બેકાબુ બનેલી સ્કોર્પિયો કારે પહેલા બાઈકને ટક્કર મારી અને ત્યારબાદ ઉભેલા કન્ટેન્ટરમાં ઘુસી ગઇ. આ એક્સિડેન્ટમાં કારમાં બેસેલા 8 વ્યક્તિ અને એક બાઈક ચાલકના મોત થયા છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.