દુર્ઘટના@દિલ્હી: 4 માળની ઇમારત ધરાશાયી, 2ના મોત, 12 લોકોને બચાવાયા

દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ, ડીડીએમએ અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.
 
દુર્ઘટના@દિલ્હી: 4 માળની ઇમારત ધરાશાયી,  2ના મોત, 12 લોકોને બચાવાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. દિલ્હીના બુરારી વિસ્તારમાં ગઈકાલે  સાંજે 4 માળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે કહ્યું કે કાટમાળ નીચે હજુ પણ વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે. દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ, ડીડીએમએ અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.

પોલીસના જણાવ્યા અનુસાર બુરારીમાં ઓસ્કર પબ્લિક સ્કૂલ પાસે એક નવી ઈમારત બની રહી હતી. કાટમાળ નીચે દટાયેલા મોટા ભાગના મજૂરો છે. ઘટના પર દિલ્હીના સીએમ આતિશીએ પોતાની પોસ્ટમાં કહ્યું- બુરારીમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની આ ઘટના ખૂબ જ દુઃખદ છે. અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.

આ દરમિયાન બીજેપી સાંસદ મનોજ તિવારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે આ એક મોટી બેદરકારી છે. જે પણ જવાબદાર હશે તેને છોડવામાં આવશે નહીં.

તેમણે કહ્યું હતું કે આ 4 માળની ઇમારતનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ફિનિશિંગ માટે પીઓપીનું કામ ચાલી રહ્યું હતું.