દુર્ઘટના@હરિયાણા: કાર ચલાવતા શીખતા યુવકે 5ને ફંગોળ્યા, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે

3 યુવકો કૂદીને ત્યાં પટકાયા હતા, જ્યારે બેને કાર 20 મીટર સુધી ઢસડી ગઈ હતી.
 
દુર્ઘટના@હરિયાણા: કાર ચલાવતા શીખતા યુવકે 5ને ફંગોળ્યા, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવર-નવાર કેટલીક અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હરિયાણાના કૈથલમાં ચીકા અનાજ માર્કેટમાં ખુરશીઓ પર બેસીને વાતો કરી રહેલા 5 યુવકોને કાર ચલાવતા શીખતા યુવકે ટક્કર મારી હતી. સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. 3 યુવકો કૂદીને ત્યાં પટકાયા હતા, જ્યારે બેને કાર 20 મીટર સુધી ઢસડી ગઈ હતી.

સમગ્ર ઘટના 5 સેકન્ડમાં બની હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કારમાં સવાર બંને લોકોને પકડી લીધા હતા. આ પછી ઘાયલોને ચીકાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જેમાં 2 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાંચેય યુવકો અનાજ માર્કેટમાં મુનીમ તરીકે કામ કરે છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.