રિપોર્ટ@મુંબઈ: શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ ભભુકી અને 3 બાળકો સહિત 7 ભડથું

ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. થોડી જ વારમાં આગ ઉપરના માળે પહોંચી હતી, પરંતુ ત્યાં રહેતા લોકોને બચાવી શકાયા ન હતા.
 
રિપોર્ટ@મુંબઈ: શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ ભભુકી અને 3 બાળકો સહિત 7 ભડથું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવતી હોય છે. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં સિદ્ધાર્થ કોલોનીમાં 3 માળની ઈમારતમાં આગ લાગી હતી, જેના કારણે એક જ પરિવારના 3 બાળકો સહિત 7 લોકો ભડથું થઈ ગયા હતા. આ ઘટના રવિવારે સવારે બની હતી. ઘટનાને નજરેજોનારે જણાવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં ભીષણ આગ લાગી હતી.

માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. થોડી જ વારમાં આગ ઉપરના માળે પહોંચી હતી, પરંતુ ત્યાં રહેતા લોકોને બચાવી શકાયા ન હતા.

આગ ઓલવ્યા બાદ તેને રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ પેરિસ ગુપ્તા (7 વર્ષ), મંજુ પ્રેમ ગુપ્તા (30 વર્ષ), અનિતા ગુપ્તા (39 વર્ષ), પ્રેમ ગુપ્તા (30 વર્ષ) અને નરેન્દ્ર ગુપ્તા (10 વર્ષ) તરીકે થઈ છે. બાકીના 2 લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જોકે, મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે. શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં વિસ્ફોટ થયો હતો અને આગ આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી.