દુર્ઘટના@દેશ: મૈસૂર-દરભંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ, 19 ઘાયલ
માલગાડી કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન પર ઉભી હતી ત્યારે પેસેન્જર ટ્રેન તેની સાથે અથડાઈ હતી.
Oct 12, 2024, 07:49 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર અકસ્માતના કેટલાક બનાવો સામે આવતા હોય છે. ફરી એકવાર ભયાનક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. તમિલનાડુમાં ચેન્નાઈ નજીક શુક્રવારે રાત્રે મૈસૂર-દરભંગા એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઈ હતી.
આ અકસ્માત કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન પાસે થયો હતો. આ અકસ્માતમાં 19 ઘાયલ થયાના સમાચાર છે.
સમાચાર એજન્સી અનુસાર, માલગાડી કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન પર ઉભી હતી. ત્યારે પેસેન્જર ટ્રેન તેની સાથે અથડાઈ હતી. એક્સપ્રેસના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે અને તેમાં આગ લાગી છે. એમ્બ્યુલન્સ અને બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.