દુર્ઘટના@રોમાનિયા: રાજધાની બુકારેસ્ટમાં એક ગેસ સ્ટેશન પર વિસ્ફોટ થતા એકનું મોત, 40થી વધુ લોકો ઘાયલ

વડાપ્રધાન માર્સેલ સિઓલાકુએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. 
 
દુર્ઘટના@રોમાનિયા: રાજધાની બુકારેસ્ટમાં એક ગેસ સ્ટેશન પર વિસ્ફોટ થતા એકનું મોત, 40થી વધુ લોકો ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રોમાનિયાથી અકસ્માતના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજધાની બુકારેસ્ટમાં એક ગેસ સ્ટેશન પર વિસ્ફોટ(Blast) થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 46 લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

જણાવી દઈએ કે આગની આ ઘટના ક્રેવેડિયા, રોમાનિયામાં બની છે.આઈજીએસયુ (સરકારી ઈમરજન્સી યુનિટ)ના જણાવ્યા અનુસાર, પ્રથમ વિસ્ફોટ બાદ આગ બે ટેન્ક અને નજીકના મકાનમાં ફેલાઈ ગઈ હતી. ઈવેક્યુએશન 300 મીટરની ત્રિજ્યામાં થયું હતું અને રસ્તો બ્લોક થઈ ગયો હતો. તે જ સમયે, IGSU પ્રભારી રાયદ અરાફાતે જણાવ્યું હતું કે શનિવારે સાંજે LPG સ્ટેશન પર બીજો વિસ્ફોટ થયો હતો, જેમાં 26 અગ્નિશામકો ઘાયલ થયા હતા. તમામને ત્યાંની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

IGSU પ્રભારી રાયદ અરાફાતે જણાવ્યું હતું કે આગ હજુ ઓલવાઈ નથી. તેમણે કહ્યું કે ત્રીજો વિસ્ફોટ થઈ શકે છે કારણ કે ત્રીજી ટાંકી ખતરો બની શકે છે. આગ એટલી ભીષણ હતી કે જ્વાળાઓ આકાશને સ્પર્શવા લાગી હતી. ધુમાડાના વાદળ આકાશમાં ફેલાઈ ગયા. આકાશ સાવ કાળું દેખાઈ રહ્યું છે. ફાયર વિભાગની ગાડીઓ આગ ઓલવવામાં લાગેલી છે. અનેક લોકોની તબિયત હાલ નાજુક છે.

વડાપ્રધાને ઈમરજન્સી બેઠક બોલાવી

આગની આ ઘટના બાદ વડાપ્રધાન માર્સેલ સિઓલાકુએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. મીડિયા સાથે વાત કરતા પીએમએ કહ્યું કે ચારથી વધુ દર્દીઓને ઈટલી અને બેલ્જિયમની હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.