દુર્ઘટના@દેશ: ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી
ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા
Aug 17, 2024, 08:33 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ભયાનક અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી છે. તેના 25 ડબ્બા ડિરેલ થયા છે. ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી. આ દુર્ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી. થોડાં યાત્રીઓ ઘાયલ થયા છે. રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે.
કાનપુર શહેરથી 11 કિમી દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે સવારે 2.45 વાગ્યે આ અકસ્માત થયો હતો. નોર્થ સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે બોલ્ડર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો.
ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કાનપુરથી બુંદેલખંડ અને મધ્યપ્રદેશ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે.