ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં ભયાનક દુર્ઘટના ઘટી. સાંકડા રોડ ઉપર સામસામે ટ્રેકટર અને બાઈક ટકરાયા હતા. ટ્રેકટરના પાછળના પૈડાં સાથે પૂરપાટ ઝડપે દોડતી બાઈક ટકરાતા બાઈક ચાલક રોડ ઉપર પટકાયો હતો. ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પહ પહોંચી હતી . તેણે સારવાર લેવાની ફરજ પડી હતી. ઘટના બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી.