દુર્ઘટના@અમેરિકા: વોશિંગ્ટન ડીસીમાં પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ

ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. બચાવ કામગીરી ચાલુ છે.
 
દુર્ઘટના@અમેરિકા: વોશિંગ્ટન ડીસીમાં પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકામાંથી ભયાનક વિમાન દુર્ઘટનાઓ સામે આવી હતી. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ છે. દુર્ઘટના બાદ પેસેન્જર વિમાન પોટોમેક નદીમાં પડી ગયું. વોશિંગ્ટન ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બુધવારે રાત્રે રોનાલ્ડ રીગન એરપોર્ટ નજીક થયો હતો.

આ વિમાન કેન્સાસ રાજ્યથી રાજધાની વોશિંગ્ટન આવી રહ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે રીગન નેશનલ એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટના અંગે અનેક ફોન કોલ આવ્યા હતા. અકસ્માતમાં સામેલ હેલિકોપ્ટર યુએસ આર્મી બ્લેકહોક હતું.

ડીસીએથી આવતી બધી ફ્લાઇટ્સ અને ડીસીએ ખાતે લેન્ડિંગ અટકાવી દેવામાં આવ્યું છે અને બંને વિમાનોનો કાટમાળ હાલમાં પોટોમેક નદીમાં છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. બચાવ કામગીરી ચાલુ છે.