દુર્ઘટના@ભારત: પર્યટકો ચાલું ટ્રેનમાં રસોઈ કરતાં ત્યારે ગેસનો બાટલો ફાટ્યો, 8 મુસાફરોના મોતથી ચકચાર

આગ લાગવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. 

 
દુર્ઘટના@ભારત: પર્યટકો ચાલું ટ્રેનમાં રસોઈ કરતાં ત્યારે ગેસનો બાટલો ફાટ્યો, 8 મુસાફરોના મોતથી ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

દેશમાં એક ભયાનાક્ર દુર્ઘટના બની છે.જેમાં કેટલાક લોકોના મૃત્યુ થયા તો કેટલાક લોકો ગાયલ થયેલા છે.ઉત્તર પ્રદેશના લખનઉથી રામેશ્વરમ જઈ રહેલી ભારત ગૌરવ પર્યટક ટ્રેનમાં આગ લાગવાથી આઠ લોકોના મોત થઈ ગયા છે. ટ્રેન મદુરાઈ રેલવે સ્ટેશનથી લગભગ 1 કિમી દૂર બંધ પડી હતી. પ્રાથમિક તપાસમા સંકેત મળે છે કે, આગ ટ્રેનમાં સવાર શ્રદ્ધાળુઓ દ્વારા ગેસ સિલેન્ડરથી ખાવાનું બનાવવાના કારણે થઈ છે. એક ડબ્બામાંથી શરુ થયેલી આગ અનેક ડબ્બા સુધી ફેલાઈ ગઈ. આગ લાગવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક ટ્રેનને ખાલી કરાવામાં આવી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા તમામ લોકો ઉત્તર પ્રદેશના હોવાનું કહેવાય છે.

આગ લાગવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે ડબ્બામાં ભીષણ આગ લાગી છે અને અમુક લોકો આજૂબાજૂમાં ચિસો પાડી રહ્યા છે. આ દરમ્યાન બાજૂના રેલવે ટ્રેક પરથી એક ટ્રેન પસાર થઈ રહી છે. ઘટનાસ્થળ પર ફાયર વિભાગની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ દરમ્યાનના ડબ્બામાં સળગી ગયા હતા.

રેલવેના જણાવ્યા અનુસાર સ્ટેશન અધિકારી દ્વારા 5.15 કલાકે મદુરાઈ યાર્ડમાં પ્રાઈવેટ પાર્ટી કોચમાં આગ લાગવાની સૂચના મળી. તરત ફાયર વિભાગને સૂચના આપવામાં આવી અને ફાયર ટેન્ડર અહીં 5.45 વાગ્યે પહોંચ્યું 7.15 કલાકે આગ પર કાબૂ મેળવ્યો. કોઈ અન્ય કોચમાં નુકસાન થયું નથી. આ એક પ્રાઈવેટ પાર્ટી કોચ છે. જેને કાલે નાગરકોઈલ જંક્શન પર જોડવામાં આવ્યો હતો. પાર્ટી કોચને અલગ કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઈન પર રાખવામાં આવ્યો છે.