દુર્ઘટના@મહારાષ્ટ્ર: ભીષણ માર્ગ અકસ્માત, 6 લોકોના મોતથી હાહાકાર, 20 ઘાયલ થતાં તાત્કાલિક સારવાર અર્થે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.રોજ ને રોજ ગમતે જગ્યાએથી અકસ્માતની ઘટના જોવા મળે છે. વધતા જતા સાધનો અને સરખી રીતે ડ્રાઈવિંગના કરવાના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.લોકો દારૂ,બીયર જેવા પીના પીને ડ્રાઈવિંગ કરે છે,અને કેટલાક લોકો બહુજ સ્પીડમાં ડ્રાઈવિંગ કરતા હોવાથી અકસ્માતની ઘટના બંને છે.આવીજ એક અકસ્માતની ઘટના મહારાષ્ટ્રમાં બની છે.અકસ્માતનો ભોગ બનેલી બસમાંથી એક બસ અમરનાથ યાત્રા બાદ હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી ખાનગી બસ નાસિક તરફ જઈ રહી હતી.બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી બીજી બસ આવીને અથડાઈ હતી.અધિકારીએ જણાવ્યું કે બે મહિલાઓ સહિત છ લોકો માર્યા ગયા અને 21 લોકો ઘાયલ થયા છે. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે થોડા સમય માટે રોડ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.