દુ:ખદ@રાજસ્થાન: પોતાના ભાગી જવાથી પિતાએ મોત પસંદ કરતાં પુત્રીએ પ્રેમી સાથે મળીને કર્યું ગંભીર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિશ્વમાં કેટલી ઘટનાઓ બનતી હોય છે. અમુક સારી હોય, તો અમુક ખુબજ દૂ:ખદ હોય છે. આ ઘટનારાજસ્થાનની છે.જ્યાં એક પરિવારની દિકરી પ્રેમી સાથે ભાગી જતા પિતા ખુબજ દૂ:ખી થઈનેના કરવાનું કરી બેસ્યા .દિકરીના ભાગી જવાથી તેમને ખોટું પગલું ભરી લીધું હતું.જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું. જુવો આ સમગ્ર ઘટના. કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે.આ ચોકાવનારી ઘટના રાજસ્થાનના બુંદી જિલ્લામાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, અજય સિંહ નામના વ્યક્તિની 20 વર્ષની દીકરી યોગીતા સોમવારના રોજ સવારે પોતાના પ્રેમી નવલ કિશોર સાથે ભાગી ગઈ હતી.દીકરી ગુમ થઈ જતા જ પિતા અજીતસિંહ ખૂબ જ તણાવમાં આવી ગયા હતા. સોમવારના રોજ જ્યારે અજય સિંહ દુકાનેથી ઘરે આવ્યા ત્યારે તેઓ પરિવારના સભ્યો સાથે જમ્યા હતા ત્યારબાદ પરિવારના બધા સભ્યો સુઈ ગયા હતા. ત્યારબાદ અજય સિંહએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.મંગળવારના રોજ સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે તેમને અજય સિંહના મૃતદેહને લટકતી હાલતમાં જોયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યાર પછી તો પ્રેમી સાથે ભાગી ગયેલી દીકરી યોગીતા ને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હતા. પિતાના મોતના સમાચાર મળતા જ દીકરી ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી. જેથી દીકરીએ મંગળવારના રોજ રાત્રે લગભગ 10:00 વાગ્યાની આસપાસ પોતાના પ્રેમી સાથે ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કરી લીધું હતું.આ ઘટનામાં દીકરી યોગીતા અને તેના પ્રેમીનું પણ મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળી આબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.