આરોગ્ય@દેશ: નેચરલ વસ્તુઓથી તમારી સ્કિન યંગ રહે એ પ્રયત્ન કરો. તો જાણો આ માટે શું કરશો.

દરેક લોકોને હંમેશા યંગ રહેવું અને દેખાવુ ગમતુ હોય છે.

 
આરોગ્યઃ ખીલ અને કરચલીઓને દૂર કરવા અજમાવો આ ઘરગથ્થું ઉપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

યંગ રહેવાના ચક્કરમાં અનેક લોકો જાતજાતની સ્કિન ટ્રિટમેન્ટનો સહારો લેતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ ટાઇપની સ્કિન ટ્રિટમેન્ટ લાંબા ગાળે તમારી સ્કિનને અનેક રીતે નુકસાન કરે છે. આ માટે હંમેશા નેચરલ વસ્તુઓથી તમારી સ્કિન યંગ રહે એ પ્રયત્ન કરો. તો જાણો આ માટે શું કરશો.પાણી વધારે પીઓ: અનેક લોકો દિવસ દરમિયાન પાણી બહુ ઓછુ પીતા હોય છે. પાણી ઓછુ પીવાને કારણે શરીરમાં અનેક ઘણી તકલીફો થતી હોય છે. આ માટે પાણી પીવાનું વધારે રાખો. પાણી તમે વઘારે પીઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. એક્સપર્ટ અનુસાર દિવસ દરમિયાન 1 લીટરથી વધારે પાણી પીઓ. ઓછુ પાણી પીવાથી સ્કિન ડેમેજ થાય છે અને સાથે ઘરડી પણ જલદી થઇ જાય છે.એલોવેરા જેલ લગાવો: તમે ફેશિયલ કરાવો છો અને તમારી સ્કિનને યંગ દેખાડવા માટે પ્રયત્ન કરો છો તો આ એક ખોટી રીત છે. તમને જણાવી દઇએ કે આ બધી ટ્રિટમેન્ટ લેવાથી સ્કિન લાંબા ગાળે ઘરડી થાય છે. આ તમારી સ્કિનને અંદરથી અનેક રીતે નુકસાન કરે છે. આમ, તમે સ્કિનને હંમેશા યંગ દેખાડવા ઇચ્છો છો તો દરરોજ રાત્રે એલોવેરા જેલ લગાવીને સૂઇ જાવો. આમ કરવાથી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે અને તમે હંમેશ માટે યંગ દેખાવો છો.

હોમમેડ ફેસ પેક લગાવો: અઠવાડિયામાં એક વાર ફેસ પેક લગાવો. ખાસ ધ્યાન રાખો કે આ ફેસ પેક તમારે બહારથી લાવવાનો નથી. આ ફેસ પેક તમારે ઘરે જ બનાવવાનો રહેશે. આ ફેસ પેક તમે ચણાનો લોટ, મઘ, મુલતાની માટી તેમજ બીજી અનેક વસ્તુઓથી બનાવી શકો છો. આ ફેસ પેક તમને બેસ્ટ રિઝલ્ટ આપે છે. આ ફેસપેક અઠવાડિયામાં એક વાર લગાવવાથી સ્કિન ટાઇટ રહે છે અને કોઇ કરચલીઓ પડતી નથી.દિવસમાં બે વાર મોં ધોવો: કોઇ પણ સિઝન હોય..દિવસમાં બેથી ત્રણ વાર મોં ધોવાની આદત પાડો. ઘણાં લોકો સવારમાં સ્નાન કરે ત્યારે જ મોં ક્લિન કરતા હોય છે. તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. દિવસમાં બેથી ત્રણ વાર ફેશ વોશ કરવાથી ઉંમરની અસર દેખાતી નથી અને ચહેરો મસ્ત લાગે છે.