રિપોર્ટ@દેશ: યુવકની હત્યા કેસમાં મુંબઈના અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી

લૂંટાયેલા દાગીના ફાઈનાન્સ કંપનીમાં ગીરવે
 
રિપોર્ટ@ગુજરાત: યુવકની હત્યા કેસમાં મુંબઈના અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દાહોદમાં મિલાપ શાહની હત્યા કેસમાં મુંબઈના અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હત્યા બાદ લૂંટાયેલા દાગીના ફાઈનાન્સ કંપનીમાં ગીરવે મૂક્યા હતા. પોલીસે ઘરેણા રિકવર કર્યા છે. કબજે લેવાયેલા દાગીનામાં લોહીના નિશાન જોવા મળ્યા છે. બંનેની ધરપકડ કરીને પોલીસે તપાસ આગળ વધારી છે.

દાહોદમાં 26 ઓક્ટોબરે હત્યા કરાયેલી હાલતમાં મિલાપ શાહનો મૃતદેહ મળ્યો હતો.

આ હત્યાના કેસમાં પોલીસે અગાઉ બે યુવકોની ધરપકડ કરીને તેમના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે તપાસ મુંબઇમાં તપાસ દરમિયાન પોલીસે મિલાપ પાસેથી લુંટેલા દાગીના રિકવર કર્યા હતા. હત્યામાં શામેલ બે યુવકોએ મુંબઇના જ અન્ય બે યુવકોની મદદથી મુથુટ ફાઇનાન્સમાં દાગીના દોઢ લાખમાં ગીરવે મુક્યા હતા. દાગીના રિકવર કરીને દાગીના ગીરવે મુકવામાં મદદ કરનાર યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે.