ચૂંટણી@દેશ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું- PM મોદીએ લોકસભા ચૂંટણીના પહેલા 5 તબક્કામાં 310 સીટોનો આંકડો પાર કર્યો

પહેલા 5 તબક્કામાં 310 સીટોનો આંકડો પાર કર્યો
 
અમિત શાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે (25 મે) હિમાચલ પ્રદેશના કાંગડામાં એક રેલીને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું- પીએમ મોદીએ લોકસભા ચૂંટણીના પહેલા 5 તબક્કામાં 310 સીટોનો આંકડો પાર કર્યો છે. રાહુલ ગાંધી 40 સીટો સુધી સીમિત છે.

શાહે કહ્યું- આજે છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. હવે મોદીજીને છઠ્ઠા અને સાતમામાં 400નો આંકડો પાર કરીને ફરીથી વડાપ્રધાન બનાવવાના છે. 400ને પાર કરવાની જવાબદારી સાતમા તબક્કાના લોકો પર છે.