અપડેટ@દેશ: મેડિકલ કોલેજમાં થયેલા ગોળીબારમાં 1 ગેંગસ્ટર અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરનું મોત

 સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
 
અપડેટ@દેશ: મેડિકલ કોલેજમાં થયેલા ગોળીબારમાં 1 ગેંગસ્ટર અને  આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરનું મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ મેડિકલ કોલેજમાં મંગળવારે રાત્રે થયેલા ગોળીબારમાં એક ગેંગસ્ટર અને એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. પોલીસને શુનુ ગેંગના સભ્યો વિશે માહિતી મળી હતી. જ્યારે ટીમે તેમનો પીછો શરૂ કર્યો ત્યારે વાહનમાં આવેલા ગુંડાઓ મેડિકલ કોલેજ કેમ્પસમાં ઘૂસી ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર રાત્રે 10:35 કલાકે થયો હતો. ગોળીબારમાં ગુંડાઓની આગેવાની કરી રહેલા અને હત્યા કેસમાં આરોપી વાસુદેવનું મોત થયું હતું. જેમાં બે પોલીસ અધિકારી દીપક શર્મા અને અનિલ કુમાર ઘાયલ થયા હતા. આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર દીપક શર્માને માથામાં ગોળી વાગી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ દીપક શર્માની બહાદુરીને સલામ કરી હતી. તેમણે કહ્યું કે તેમનું બલિદાન હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે. સિંહાએ કહ્યું કે સરકાર અને પોલીસ વિભાગ આ મુશ્કેલ સમયમાં દીપક શર્માના પરિવારની સાથે છે. તેમનું બલિદાન હંમેશા આપણા હૃદયમાં રહેશે. શહીદ દીપક શર્માના પરિવાર સાથે મારી સંવેદના છે.