અપડેટ@દેશ: જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો, 1 જવાનનું મોત

આતંકવાદીઓએ બે વાહનો પર ફાયરિંગ કર્યું

 
અપડેટ@દેશ: જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલો થયો,1 જવાનનું મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જવાનો પર અવાર-નવાર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ હુમલાની ઘટનામાં કેટલાક જવાનો શહીદ થતા હોય છે. જમ્મુ-કાશ્મીરના પૂંછમાં શનિવારે સાંજે એરફોર્સના જવાનો પર આતંકી હુમલો થયો. જેમાં પાંચ સૈનિકો ઘાયલ થયા, જેમને એરલિફ્ટ કરીને ઉધમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું. જ્યારે અન્ય એક જવાનની હાલત ગંભીર છે.

આ હુમલો પૂંછના શાહસિતાર વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષાદળોના બે વાહનો પર જોરદાર ગોળીબાર કર્યો હતો. આ વાહનોમાંથી એક એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ વાહનના આગળના અને બાજુના કાચને ઓળંગી ગઈ હતી. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયુસેનાના ગરુડ સ્પેશિયલ ફોર્સને ઘટનાના વિસ્તારમાં તહેનાત કરવામાં આવી છે.

સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.