અપડેટ@દેશ: અમેરિકામાં હુમલાખોરે ફાયરિંગ કર્યું, 1 વ્યક્તિનું મોત, 6 લોકો ઘાયલ

અમેરિકામાં ફાયરિંગ

 
અપડેટ@દેશ: અમેરિકાના ન્યૂયોર્કના રોચેસ્ટર પાર્કમાં હુમલાખોરે ફાયરિંગ કરતા1 વ્યક્તિનું મોત,  6 લોકો ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. અમેરિકાના ન્યૂયોર્કના રોચેસ્ટર પાર્કમાં રવિવારે હુમલાખોરે ફાયરિંગ કરતા એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા. રોચેસ્ટર પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર સાંજે 6.20 કલાકે થયો હતો. આ દરમિયાન પાર્કમાં એક પાર્ટી ચાલી રહી હતી જેમાં ઘણા લોકો સામેલ થયા હતા.


પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં 20 વર્ષીય યુવકનું મોત થયું છે. ફાયરિંગ કરનાર હુમલાખોરની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તેના પરિવારજનોની જાણ થતાં જ ખુલાસો કરવામાં આવશે. આ ગોળીબારમાં કેટલા લોકો સામેલ છે તે પોલીસને જાણવા મળ્યુ નથી. હુમલાખોરને શોધવા માટે પોલીસ લોકોની પૂછપરછ કરી રહી છે.


આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ફાયરિંગ બાદ પાર્કમાં અફરા-તફરી મચી ગઈ હતી અને ફાયરિંગનો અવાજ સંભળાય છે. થોડા દિવસો પહેલા પેન્સિલવેનિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સભામાં પણ ફાયરિંગ થયું હતું.


આ ઘટનામાં ઘાયલ એક વ્યક્તિની હાલત નાજુક છે, જ્યારે અન્ય 5 લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં માર્યા ગયેલા યુવકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું હતું કે પાર્કમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને ગોળીઓ વરસાવવામાં આવ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.