અપડેટ@દેશ: યમુનોત્રી જઈ રહેલા 10 લોકોના રસ્તામાં જ મોત નીપજ્યા, જાણો વધુ વિગતે

 25 કલાકથી લોકો કારમાં કેદ

 
અપડેટ@દેશ: યમુનોત્રી જઈ રહેલા 10 લોકોના રસ્તામાં જ મોત નીપજ્યા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. જો તમે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની યોજના બનાવી રહ્યા હોવ તો હાલ આ પ્લાન ટાળી દેજો. કારણ કે ગંગોત્રી-યમુનોત્રી ધામો પર રેકોર્ડબ્રેક ભીડના કારણે સરકારી વ્યવસ્થાઓ ધ્વસ્ત થઈ ગઈ છે. બન્ને ધામ માટે તમે હરિદ્વારથી આગળ વધશો તો 170 કિલોમીટર દૂર બરકોટ સુધી અનેક કિમી લાંબો જામ જોવા મળશે.

બરકોટથી આગળ યમુનોત્રી અને ગંગોત્રી રસ્તામાં છે. દરેક જગ્યાએ જામ છે. ત્યાંથી ઉત્તરકાશીનો 30 કિમીનો રુટ વન-વે છે. તેથી ઉપરથી આવતી ગાડીઓને પહેલા જવા દેવામાં આવે છે. મંદિર જતી ગાડીઓનો 20-25 કલાક પછી નંબર આવે છે. આ જ રાહમાં છેલ્લા 4 દિવસમાં યમુનોત્રી જઈ રહેલા 10 લોકોના રસ્તામાં જ મોત થઈ ગયા હતા.

જેમાં ત્રણના મોત તો બસમાં સુતી વખતે જ થઈ ગયા હતા. જો કે કેદારનાથ અને બદ્રિનાથના રસ્તા પર ઓછો જામ છે તેથી મંગળવારે 23 હજારથી વધુ લોકોએ સરળતાથી દર્શન કર્યા હતા. ગંગોત્રી જતી વખતે ઉત્તર કાશીથી આશરે 20 કિલોમીટર આગળ વધતાં જ તમને રસ્તાની બંને બાજુએ નાના બાળકો, મહિલાઓ અને વડીલો આરામ કરતા જોવા મળશે. અહીં ખાવા-પીવાના કે રોકાવાના ઠેકાણા નથી. આસપાસના ગામના લોકો પીવાના પાણીની બોટલ માટે 30થી 50 રૂપિયા તથા શોચાલય માટે 50થી 100 રૂપિયા વસૂલી રહ્યાં છે. અહીં ઘણા ભૂસ્ખલન પોઈન્ટ છે. ગંગોત્રી રૂટ પર છ દિવસથી જામમાં ફસાયેલા મહારાષ્ટ્ર, એમપી, ગુજરાત, રાજસ્થાન, ઓડિશા અને દિલ્હીના આશરે 7 હજાર યાત્રાળુઓએ યાત્રા સ્થગિત કરીને પાછા ફરવા રવાના થયા છે.


મહારાષ્ટ્રથી આવેલા વિનય દેશમુખે જણાવ્યું હતું કે 14 કલાકથી ગંગોત્રી જવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ પણ હવે હિંમત નથી રહી. તેથી તેઓ કેદારનાથ જઈ રહ્યાં છે. જો સરકાર પાસે ક્ષમતા જ ના હોય તો રજિસ્ટ્રેશન બંધ કરી દેવાની જરૂર હતી. જોધપુરથી આવેલી મયૂરી સુલતાને જણાવ્યું હતું કે ઉમરલાયક માતા-પિતા અને સંતાનો સાથે યમનૌત્રી આવી છું પણ અમે 21 કલાકથી જામમાં ફસાયેલા છીએ. અમે સાંજે 7 વાગ્યાથી અટવાયેલા છીએ. હાલ સવારના 10 વાગ્યા છે હજુ રસ્તો ખૂલ્યો નથી.

રાંચીની સુમિત્રા જણાવે છે કે 13 કલાકથી જામમાં ફસાયેલા છીએ. રસ્તામાંથી ખાવા-પીવાનો જે થોડો-ગણો સામાન મળ્યો હતો એ પણ વપરાઈ ગયો છે. પાણી પણ નથી. મારી દીકરી ચાર કલાકથી તરસી છે. અહીં દૂર-દૂર સુધી માત્ર ગાડીઓ છે. આગળ ક્યારે વધીશું તે ખબર નથી.

  • પૌરાણિક ગ્રંથ અનુસાર ઉત્તરાખંડમાં 1200 વર્ષથી ચારધામ યાત્રા થાય છે પણ પહેલીવાર આટલી સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચ્યા છે. ગયા વર્ષે યમનૌત્રી, ગંગોત્રીના કપાટ 22 એપ્રિલે જ્યારે કેદારનાથના 25 એપ્રિલ અને બદ્રિનાથના 27 એપ્રિલે ખુલ્યા હતા ત્યારે યાત્રાની શરૂઆતના પાંચ દિવસમાં 52 હજાર લોકો પહોંચ્યા હતા. આ વખતે ચાર દિવસમાં જ 1.30 લાખથી વધારે લોકો પહોંચી ગયા છે. 2023માં આટલા લોકો 16 દિવસમાં પહોંચ્યા હતા.
  • ઉત્તરાખંડના ડીજીપી અનુભવ અભિનવ કુમારના જણાવ્યા મુજબ ગયા વર્ષે 28 મે સુધી યમનૌત્રીમાં 12045 તો ગંગોત્રીમાં 13670 યાત્રાળું પહોંચ્યા હતા પણ મંગળવારે એક દિવસમાં 27 હજાર લોકો યમનૌત્રી પહોંચ્યા. દરેક રસ્તા પર ભાગે દબાણ છે.
  • 3 જિલ્લા, ઉ. કાશી, રુદ્રપ્રયાગ અને ચમોલીમાં મંત્રી સહિત સરકારના 30 ટકા કર્મચારી, 90 ટકા એસડીઆરએફ, 60 ટકા અને 40 ટકા સીઓ સ્તરના અધિકારી સ્થિતિ સંભાળી શક્યા નથી.