અપડેટ@દેશ: ચીનમાં અચાનક પુલ તૂટી પડતાં 11 લોકોનાં મોત, ભારે વરસાદથી તબાહી મચી ગઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારે વરસાદ અને પૂરના કારને ચીનમાં ભારે તબાહી થઇ છે. 11 લોકોના મોત નીપજ્યા છે. ચીનમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. શુક્રવારે રાત્રે અહીં એક પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયાં હતાં. ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે, ઉત્તરી ચીનના શાંક્સી પ્રાંતમાં શુક્રવારે રાત્રે લગભગ 8:40 વાગ્યે પુલ તૂટી પડ્યો હતો. શનિવારે સવારે 10 વાગ્યા સુધીમાં રેસ્ક્યુ ઓપરેશનમાં 5 વાહનો મળી આવ્યા હતા. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. અધિકારીઓ હાલ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. તમને જણાવી દઈએ કે ઉત્તર અને મધ્ય ચીનના મોટા ભાગોમાં મંગળવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે પૂરથી ઘણું નુકસાન થયું છે.
શિન્હુઆ અનુસાર, આ જ કારણે ઉત્તર ચીનમાં ભારે વરસાદ બાદ એક પુલ તૂટી પડતાં 11 લોકોનાં મોત થયાં હતાં. શિન્હુઆના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે બચાવ કામગીરી ચાલુ હતી, જેમાં અત્યાર સુધીમાં 5 વાહનોને પાણીમાંથી બહાર કાઢ્યા છે. રાજ્યના ટેલિવિઝન પરના ચિત્રોમાં પુલનો આંશિક રીતે ડૂબી ગયેલો ભાગ દર્શાવવામાં આવ્યો હતો, તેની ઉપર નદી વહેતી હતી.
ચીનની સરકારી સમાચાર એજન્સી અહેવાલ મુજબ, શનિવારે સવારે 10 વાગ્યા સુધીમાં બચાવ ટીમે નદીમાં પડેલા પાંચ વાહનોને બહાર કાઢ્યા હતા. બચાવ કાર્ય ચાલુ છે. ચેનલ ન્યૂઝ એશિયા (CNA), સરકારી ટેલિવિઝનને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પુલ તૂટી પડવાને કારણે 30 થી વધુ લોકો ગુમ થયા છે.
અહેવાલમાં જણાવાયું છે કે ચીનની રાષ્ટ્રીય વ્યાપક અગ્નિશામક અને બચાવ ટીમે બચાવ કામગીરી માટે 736 લોકો, 76 વાહનો, 18 બોટ અને 32 ડ્રોન મોકલ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પુલ તૂટી પડ્યા પછી લોકોના જીવન અને સંપત્તિને બચાવવા માટે તમામ પ્રકારના બચાવ અને રાહત પ્રયાસો કરવા વિનંતી કરી હતી.