અપડેટ@દેશ: ચરણ રજ મેળવવામાં 122 લોકોએ જીવ ગુમાવ્યો, જાણો વધુ વિગતે

122 લોકોએ જીવ ગુમાવ્યો
 
 અપડેટ@દેશ: ચરણ રજ મેળવવામાં 122 લોકોએ જીવ ગુમાવ્યો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી  એકવાર ભયાનક દુર્ઘટના સામે આવી છે. ધાર્મિક સ્થળો અને ઘટનાઓમાં નાસભાગની સંભાવના 95% વધારે છે. 2 જુલાઈ 2024ના રોજ આ ફરી એકવાર જોવા મળ્યું.

ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી. આમાં અત્યાર સુધીમાં 122 લોકોના મોત થયા છે. આ પહેલીવાર નથી જ્યારે ભક્તોની ભીડ દુર્ઘટનામાં ફેરવાઈ હોય. સ્વતંત્ર ભારતના પ્રથમ કુંભ મેળાથી લઈને હાથરસ દુર્ઘટના સુધી સેંકડો લોકોએ ભીડના પગ નીચે જીવ ગુમાવ્યા છે.