અપડેટ@દેશ: ભૂકંપમાં 126 લોકોના મોત થયા હતા અને 188 ઘાયલ

ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂટાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી.
 
ઘટના@કચ્છ: વહેલી સવારે 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, અનેક વિસ્તારોમાં ભૂકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચીનમાં ગઈકાલે ભૂકંપ આવ્યો હતો. ચીનના તિબેટ પ્રાંતમાં ગઈકાલે સવારે આવેલા ભૂકંપમાં 126 લોકોના મોત થયા હતા અને 188 લોકો ઘાયલ થયા હતા. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, સવારે 9.05 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિજાંગમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું.

ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂટાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી. હાલમાં ભારતમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

એનસીએસે અહેવાલ આપ્યો છે કે પ્રથમ ભૂકંપ પછી તરત જ પ્રદેશમાં વધુ બે ભૂકંપ આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓ સતત પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, જેના કારણે મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી છે.