અપડેટ@દેશ: અમેરિકાના ટેક્સાસ, ઓક્લાહોમા અને અરકાનસાસમાં આવેલા ટોર્નેડોને કારણે 18 લોકોનાં મોત

ભારે પવનને કારણે 10 કરોડ લોકો પ્રભાવિત થયા

 
અપડેટ@દેશ: અમેરિકાના ટેક્સાસ, ઓક્લાહોમા અને અરકાનસાસમાં આવેલા ટોર્નેડોને કારણે 18 લોકોનાં મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. અમેરિકાના ટેક્સાસ, ઓક્લાહોમા અને અરકાનસાસમાં રવિવારે આવેલા ટોર્નેડોને કારણે 18 લોકોનાં મોત થયા છે. અમેરિકન મીડિયા હાઉસ સીએનએન અનુસાર તોફાન, અતિવૃષ્ટિ અને ઝડપી પવનને કારણે લગભગ 10 કરોડ લોકો પ્રભાવિત થયા છે. યુએસ હવામાન વિભાગે આજે (27 મે) આ ત્રણ રાજ્યોમાં કરા સાથે વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ટોર્નેડોએ ઘણી ઇમારતો, પાવર, ગેસ લાઇન અને ઇંધણ સ્ટેશનનો નાશ કર્યો.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે. રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. અરકાનસાસ, ઇલિનોઇસ, કેન્ટુકી, મિઝોરી અને ટેનેસી શહેરોને સૌથી વધુ નુકસાન થયું છે.

બેઝબોલના કદના કરા અહીં પડી રહ્યા છે. જેના કારણે 40 લાખથી વધુ લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે. આ રાજ્યોમાં 136થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.