અપડેટ@દેશ: કુકી ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં CRPFના 2 જવાન શહીદ

પોલીસ ચોકીની અંદર બોમ્બ પડતાં વિસ્ફોટ થયો હતો.
 
અપડેટ@દેશ: કુકી ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં CRPFના 2 જવાન શહીદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે.  મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નારાયણસેના વિસ્તારમાં શુક્રવારે (26 એપ્રિલ) મોડી રાત્રે કુકી ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં CRPFના 2 જવાન શહીદ થયા હતા. તેમજ બે જવાન ઘાયલ થયા છે. મૃતક જવાનોની ઓળખ અને એન સાકાર અને અરૂપ સૈની તરીકે થઈ છે.

મણિપુર પોલીસે જણાવ્યું હતું કે કુકી સમુદાયના ઉગ્રવાદીઓએ સવારે 12:45 થી 2:15ની વચ્ચે મૈતેઈ ગામ તરફ ગોળીબાર કર્યો હતો. ઉગ્રવાદીઓએ બોમ્બ પણ ફેંક્યા હતા. આ દરમિયાન નારાયણસેનામાં CRPFની પોલીસ ચોકીની અંદર બોમ્બ પડતાં વિસ્ફોટ થયો હતો.

જેમાં CRPFની 128મી બટાલિયનના ઈન્સ્પેક્ટર જાદવ દાસ, સબ ઈન્સ્પેક્ટર એન સરકાર, હેડ કોન્સ્ટેબલ અરૂપ સૈની અને કોન્સ્ટેબલ આફતાબ હુસૈન ઘાયલ થયા હતા. તેમાંથી એન સાકર અને અરૂપ સૈની શહીદ થયા હતા.