અપડેટ@પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં કોલસાની ખાણ પર થયેલા આતંકવાદી હુમલામાં 20 લોકોનાં મોત

આ દરમિયાન તેમણે રોકેટ અને હેન્ડ ગ્રેનેડ સહિત ઘણા આધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો.
 
અપડેટ@પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં કોલસાની ખાણ પર થયેલા આતંકવાદી હુમલામાં 20 લોકોનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમલાના અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક ખાનગી કોલસાની ખાણ પર થયેલા આતંકવાદી હુમલામાં 20 લોકોનાં મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા ડોન અનુસાર, કેટલાક હુમલાખોરોએ દુકી વિસ્તારમાં જુનૈદ કોલ કંપનીની ખાણ પર હુમલો કર્યો હતો.

આ દરમિયાન તેમણે રોકેટ અને હેન્ડ ગ્રેનેડ સહિત ઘણા આધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો. દુકી જિલ્લા પરિષદના અધ્યક્ષ ખૈરુલ્લા નાસિરે જણાવ્યું કે હુમલાખોરોએ કોલસાના 10 એન્જિન અને મશીનોને પણ આગ લગાવી દીધી હતી. હુમલામાં માર્યા ગયેલા લોકો પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારના છે.

તેમાંથી કેટલાક અફઘાનિસ્તાનના રહેવાસી પણ છે. પોલીસ અને સુરક્ષા દળની ટીમોએ વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. હજુ સુધી કોઈ વિદ્રોહી કે આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. હુમલા બાદ ડુકીમાં ઘણી જગ્યાએ દેખાવો પણ શરૂ થઈ ગયા છે.